લકુમ~રાઠોડ બંધુઓ અને સંબંધીઓ સાથે રાષ્ટ્રના મહાનુભાવો અને આઝાદીના પ્રેરણારૂપ નેતાઓ
સાબરમતી આશ્રમમાંથી પૂજ્ય ગાંધીજી દ્વારા મળેલું માર્ગદર્શન લોકકલ્યાણને સમર્પિત ધરોહરનું પ્રતિબિંબ છે. લકુમ~રાઠોડ બંધુઓ ડાહ્યાભાઈ, અમરાભાઈ અને મેપાભાઈ, તેમજ વડીલો અને સંબંધીઓ અર્જુનદાદા, રામજીદાદા, રાઘવજીભાઈ લેઉવા સાહેબ (ગુજરાત જાહેર સેવા આયોગના પ્રથમ અધ્યક્ષ અને ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ), છગનલાલ યાદવ (ડૉ. વાણિયાના નાના), વાજાદાદા (ડૉ. પ્રદ્યુમન વાજા, શિક્ષણ અને સામાજિક ન્યાય મંત્રી, ગુજરાત ૨૦૨૬ ના દાદા) અને તેમના સ્નેહીજનોએ રાષ્ટ્રપિતા સાથે ખભેખભો મિલાવીને કાર્ય કર્યું હતું. લકુમ~રાઠોડ બંધુઓએ પૂજ્ય ગાંધીજીના વિનંતીથી ધોલેરા સત્યાગ્રહ, રચનાત્મક સ્વદેશી ઉદ્યોગો, સાબરમતી આશ્રમની પ્રવૃત્તિઓ, મીઠાની કૂચ (મીઠાનો સત્યાગ્રહ), મુંબઈનું હિંદ છોડો આંદોલન અધિવેશન અને તરવડા આશ્રમની સ્થાપના દરમિયાન ગાંધીજીની મુખ્ય આયોજક ટીમ અને દેશના અગ્રણી રાષ્ટ્રભક્તો સાથે મળીને પ્રશંસનીય યોગદાન આપ્યું હતું. આ બહુપેઢીય સમર્પણની પરંપરાને આજે આદરણીય મોદીજી દ્વારા પણ બિરદાવવામાં આવે છે.
૧૯૩૦ના ઐતિહાસિક મીઠાના સત્યાગ્રહ વખતે ધોલેરા તટીય વિસ્તાર અખંડ ભારતની આઝાદીનું મુખ્ય વ્યૂહાત્મક કેન્દ્ર બન્યું હતું. બ્રિટિશ શાસનના અન્યાયી કાયદાઓનો પ્રતિકાર કરવા અને લોકજાગૃતિ લાવવા માટે વડીલ રામજીદાદા, અમૃતલાલ ઠક્કર (ઠક્કર બાપા), રવિશંકર વ્યાસ (રવિશંકર મહારાજ), બળવંતરાય મહેતા, ઝવેરચંદ મેઘાણી અને અબ્બાસ તૈયબજી જેવા અગ્રણી નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી. આ કપરા સમયમાં પરિવારે અન્ય ક્રાંતિકારીઓ સાથે મળીને અહિંસક પ્રતિકારની લડતને કાયમી ધોરણે વેગવંતી રાખી હતી, જેણે દેશના સર્વાંગી સ્વાતંત્ર્ય સંગ્રામમાં મહત્વની કડી તરીકે ભૂમિકા ભજવી હતી.
સ્વાતંત્ર્ય સંગ્રામનું આ આયોજન ઐતિહાસિક સાબરમતી આશ્રમમાં સક્રિય કાર્ય દરમિયાન વધુ મજબૂત બન્યું હતું, જ્યાં પરિવારે પ્રથમ મુખ્યમંત્રી ડૉ. જીવરાજભાઈ મહેતા જેવા સ્વપ્નદ્રષ્ટા નેતાઓ સાથે નજીકથી સંકલન સાધીને સ્વાતંત્ર્ય સંગ્રામ અને લાંબા ગાળાના રાષ્ટ્રનિર્માણનો સમન્વય કરતી ધરોહર સ્થાપિત કરી હતી.
ડાહ્યાદાદાના પ્રત્યક્ષ સંસ્મરણો અનુસાર, ધોલેરા ખાતે ગાંધીજીની વિનંતીથી રચનાત્મક કાર્યો શરૂ કરાયા ત્યારે અમરેલીમાં બેઠક યોજી આશ્રમ પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવી હતી.
ત્યારબાદ સરદાર પટેલની વિનંતીથી કાયમી કેન્દ્ર તરીકે તરવડા આશ્રમની સ્થાપના થઈ. આ આશ્રમની સ્થાપના ભારતની આઝાદી માટે અને સ્વાવલંબી ભારત આંદોલન માટે એક અત્યંત મહત્વપૂર્ણ પગલું હતું, કારણ કે તેના દ્વારા ગ્રામીણ કલાકારો અને ક્રાંતિકારીઓને આર્થિક રીતે સ્વનિર્ભર બનાવી વિદેશી વસ્તુઓનો બહિષ્કાર વધુ તીવ્ર કરાયો હતો. આ આશ્રમમાં ખાદી ઉદ્યોગ અને ચામડા રંગવાના કપરા કાર્યને સાકાર કરવા માટે મેડી ગામના સાત લકુમ~રાઠોડ ભાઈઓ ભાઈલાલભાઈ, મુળજીભાઈ, ડાહ્યાભાઈ, મેપાભાઈ, દાનાભાઈ અને અમરાભાઈ (તેમજ સુરેશભાઈ બાબરીયા). આ ભગીરથ કાર્યમાં સીધા જોડાયા હતા. કાંતણ કામ નાગરભાઈ ચલાલાવાળાએ, સફાઈ પ્રવૃત્તિ ડૉ. હરિપ્રસાદે, કાર્યાલય સંચાલન છગનલાલ જોશીએ અને લોકજાગૃતિનું કામ ઢેબરભાઈ વકીલે સંભાળ્યું હતું.
ભાઈલાલભાઈ અને મુળજીભાઈ ગીરના નેહડામાં જતા, જ્યારે ધારી પાંજરાપોળની ભામ રાખી નરભેરામ બાપા વકીલના દીકરા ડૉ. જયંતીભાઈએ ખાતર નિર્માણ અને તરવડામાં સુધી કાચું સાહિત્ય પહોંચાડવાની વ્યવસ્થા ગોઠવી હતી. ભીખાલાલ ધ્રુવ બે વર્ષ મુંબઈથી નવી ટેનિંગ પદ્ધતિ શીખી આવ્યા બાદ આશ્રમમાં મોટા કુંડ બનાવી વાઘજીભાઈ, કાસમભાઈ, રામનારાયણ પાઠક અને ચિમનભાઈ સહિત સૌ સાથે મળીને કામ કરતા હતા. રતુભાઈ અદાણી અને ઇસ્માઇલભાઈ નાગોરી કલાકો સુધી તડકામાં ઊભા રહી આયોજન પૂરું પાડતા, જેથી દેશભરના ખાદી ભંડારોમાં હજારો જોડી ચંપલો વેચાતી હતી. આ અવિરત રાષ્ટ્રસેવા અને મૂળનિવાસી મૌર્ય વંશ (મહાન સમ્રાટ અશોક રાજાની ભવ્ય ધરોહર) ના અતૂટ સમર્પણને કારણે જ લકુમ~રાઠોડ ભાઈઓને સરદાર પટેલ અને રતુભાઈ અદાણી દ્વારા જૂનાગઢ સ્ટેટ ટ્રેઝરી (સરકારી ખજાના) ના સંરક્ષણની અત્યંત મહત્વપૂર્ણ પવિત્ર જવાબદારી સોંપવામાં આવી હતી.
સ્વાતંત્ર્ય સેનાની ડાહ્યાદાદાના મુખેથી સીધું સંસ્મરણ: જીવંત વાણી
તેમનાં પુત્ર ડૉ. એન. ડી. રાઠોડ દ્વારા રેકોર્ડ અને સંરક્ષિત કરાયેલ આ દુર્લભ પ્રાથમિક સ્ત્રોત સ્વાતંત્ર્ય સેનાની ડાહ્યાભાઈ રાઠોડના જીવંત અવાજને સાચવે છે. ડાહ્યાદાદાના પ્રત્યક્ષ વર્ણનમાં ધોલેરા સ્વરાજ કાર્યક્રમ અને મીઠાના સત્યાગ્રહથી લઈને પૂજ્ય ગાંધીજી, સરદાર પટેલ, રતુભાઈ અદાણી જેવા મહાનુભાવો સાથે મળીને જૂનાગઢ સ્ટેટ ટ્રેઝરીના સંરક્ષણ સુધીના પરિવારના સમર્પણની વિગતો આબેહૂબ રીતે વર્ણવવામાં આવી છે.









.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)